શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Tuesday, December 28, 2021

શિક્ષણમાં કલા

 






વર્તમાનપત્રોમાં તસ્વીર

 




Friday, December 24, 2021

વ્યસનમુક્તિ કાર્યક્રમ

હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંચાલિત દાણોદરડા શૈક્ષણિક સંકુલમાં વિદ્યાસાગર બી.એડ કોલેજ ૧/૨, વિદ્યાસાગર એમ.એડ કોલેજ તથા અમુલ બી.એડ કોલેજના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ કાર્યક્રમ અંગે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ અંગે કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પલાસરના મેડીકલ ઓફિસરશ્રી ડોક્ટર અલ્પેશભાઈ પટેલ, મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી ભરતભાઇ રાવલ તલાટી-કમ-મંત્રી- દાણોદરડા,જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના  સામાજિક કાર્યકર શ્રી મહેશકુમાર એસ.સોલંકી તથા મેરવાડાના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર શ્રી રાજીવભાઈ ગાંધી તથા ફિમેલ હેલ્થ વર્કર શ્રી સ્મિતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


આ વ્યસનમુક્તિની વક્તૃત્વ સ્પર્ધામાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં વિજેતા માં પ્રથમ ક્રમે રોશનીબેન હસમુખ કુમાર પરમાર, દ્વિતીય ક્રમે ઠાકોર અજય બાબુજી,તૃતીય ક્રમે હળપતિ પ્રતીક મનુભાઈ રહ્યા હતા વક્તૃત્વ સ્પર્ધા સાથે સાથે પરમાર રોશનીબેન, ઠાકોર નિસર્ગસિંહ તથા હળપતિ પ્રતીક દ્વારા વ્યસન મુક્તિના એક પાત્રીય અભિનય અને રાવળ કાજલબેન દ્વારા નશા મુક્તિનું ગીત રજૂ કરવામાં આવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી અશોકભાઈ પ્રજાપતિ અને તાલીમાર્થી શ્રી સૃષ્ટિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્પર્ધાના નિર્ણાયક તરીકેની ભૂમિકા અમુલ બી.એડ કોલેજના આચાર્ય શ્રી દિનેશભાઈ પટેલ સાહેબ અને અધ્યાપક શ્રી ઝરણાબા વાઘેલા સામાજિક, સામાજિક કાર્યકર શ્રી મહેશભાઈ એસ.સોલંકી અને સમગ્ર નિર્ણાયક તરીકે વિદ્યાસાગર બી.એડ કોલેજના આચાર્યશ્રી દિપીકાબેન ડોડીયાએ ભજવી હતી. સંકુલની કોલેજના તાલીમાર્થીઓ અને અધ્યાપકશ્રીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.


કાર્યક્રમને અનુલક્ષીને શ્રી મહેશભાઈ એસ. સોલંકી અને શ્રી રાજીવભાઈ ગાંધી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું,જેમાં તેઓએ તમાકુથી થતા શરીરને નુકસાન અંગેની વિગતવાર સચોટ માહિતી આપી હતી સાથે સાથે દરેક તાલીમાર્થીઓને નશા મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી હતી.કાર્યક્રમને અંતે આભારવિધિ ઉત્સાહી અધ્યાપક શ્રી ભવાનસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવી હતી.