શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Wednesday, March 31, 2021

આજનું સામાન્ય જ્ઞાન


ભારતની ભૂગોળ


1. ભારતનો પ્રમાણસમય ક્યા રેખાંશ પરથી નક્કી કરવામાં આવ્યો છે? 

82 1/2 પૂ. રેખાંશ

2. ભારત માટે સૌપ્રથમ 'ઈન્ડિયા' શબ્દનો પ્રયોગ કઈ ભાષામાં કરવામાં આવ્યો હતો? 

ગ્રીક

3. ક્ષેત્રફળની ર્દષ્ટિએ સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? 

લક્ષદ્ધીપ

4. કર્કવૃત્ત ભારતના કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 

આઠ (ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પ.બંગાર, ત્રિપુરા, મિઝોરમ) 

5. ભારત ક્યા દેશ સાથે સૌથી લાંબી ભૂમિ સરહદ ધરાવે છે? 

બાંગ્લાદેશ

6. ક્યાં રાજયોને માત્ર એક જ રાજયની સરહદ સ્પર્શે છે? 

સિક્કિમ અને મેઘાલય

7. ભારતનું સૌથી મોટું સંગ્રહાલય ક્યું છે? 

ઈન્ડિયન મ્યુઝિયમ, કલકત્તા

8. ભારતમાં સૌથી વધુ સૌનાનું ઉત્પાદન ક્યા રાજયમાં થાય છે? 

કર્ણાટક 

9. ભારતમાં સૌથી ઓછા સડક માર્ગોનું-પ્રમાણ ક્યા રાજ્યમાં છે? 

સિક્કિમ

10. ભારતમાં સૌથી વધુ વહાણવટુ કઈ નદીમાં થાય છે?

ગંગાની શાખા હુગલીમાં

આજનો દિન વિશેષ

 






Tuesday, March 30, 2021

શિક્ષક

 


શિક્ષક.....

 


આજનું સામાન્ય જ્ઞાન

ભારતનો સાંસ્કૃતિક વારસો


1. ભારતીય સંગીતની કીર્તન શૈલીના જન્મદાતા કોણ છે ? 

ચૈતન્ય મહાપ્રભુ

2. રાગ શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં મળે છે ? 

નાટ્યશાસ્ત્ર

3.પન્થી નૃત્ય કયા સમુદાયનું આનુષ્કનિક નૃત્ય છે ?

 સતનામી

4. 'લાઈ હરિબા' એ કયા રાજ્યનું પ્રસિદ્ધ લોકનૃત્ય છે ? 

મણિપુર

5. ' બધાઈ ' એ શું છે ? 

બુંદેલખંડનું પ્રસિદ્ધ લોકનૃત્ય

6. ' રાઉફ ' એ કયા રાજ્યનું પ્રસિદ્ધ લોકનૃત્ય છે ? 

જમ્મુ-કાશ્મીર

7. ' કજરી ' લોકનૃત્ય શૈલી ક્યા રાજ્યમાં પ્રસિદ્ધ છે ? 

ઉત્તરપ્રદેશ

8. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે વિકસેલી નૃત્યશૈલીનું નામ શું છે ? 

કથક

9. આર.કે.લક્ષ્મણનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ? 

કાર્ટુનિંગ

10. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પ્રથમ હિન્દી કોણ સાહિત્યકાર છે ? 

સુમિત્રાનંદન પંત

આજનો દિન વિશેષ

 





Monday, March 29, 2021

આજનો દિન વિશેષ

 






આજનું સામાન્ય જ્ઞાન


ભારતની ભૂગોળ


1. વિસ્તારની ર્દષ્ટિએ ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે? 

સાતમું

2. ભારતની સૌથી મોટી ગુરુદ્વારા કઈ છે?

 અમૃતસર, ગુરુદ્ધારા

3. સૌથી લાંબા અંતરની ટ્રેન કઈ છે? 

વિવેક એક્સપ્રેસ, દિબ્રુગઢથી કન્યાકુમારી

4. એક જ રાજ્યમાં વહેણ ધરાવતી ભારતની સૌથી લાંબી નદી કઈ છે? 

લૂણી(રાજસ્થાન) 

5. ભારતનું સુદૂર દક્ષિણતમ બિંદુ કયું છે? 

ઈન્દિરા પોઈન્ટ

6. ભારતનું સુદૂર ઉત્તરનતમ બિંદુ કયું છે? 

ઈન્દિરા કાલ

7. ભારતમાં ક્યા રાજ્યમાં જમીન વિસ્તારમાં 90 ટકાથી વધારે વનવિસ્તાર છે? 

મિઝોરમ(91) 

8. ભારતમાં સૌથી લાંબી ઈન્દિરા ગાંધી નહેરમાં કઈ નદી નું પાણી આવે છે? 

સતલજ

9. ભારતનું સૌથી ઊંડું બંદર કયું છે?

વિશાખાપટ્ટનમ

10. વસતિની ર્દષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે?

સિક્કિમ

Sunday, March 28, 2021

આજનો દિન વિશેષ

 




હોળી પર્વની શુભકામનાઓ...

 






Saturday, March 27, 2021

જાણવા જેવું




 

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતની ભૂગોળ

1.ભારતની સૌથી મોટી ગૌશાળા ક્યાં આવેલી છે?

પથમેડા, જિલ્લો જાલોર, રાજસ્થાન

2.ભારતમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતું સૌથી મોટું બજાર કયું છે ?

ખ્વાઇરામબંદ બજાર(ઈમા બજાર), ઇમ્ફાલ, મણિપુર

3.ભારતની સૌથી મોટી શાળા કઇ છે ?

સાઉથ પોઇન્ગ સ્કૂલ, કોલકાતા (13000 થી વધુ વિદ્યાર્થીઓ)

4.ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર શહેર કયું છે ?

કોટ્ટાયમ,કેરલ

5. કયું રાજ્ય ભારતનું ઑર્કિડ રાજ્ય તરીકે ઓળખાય છે ?

અરુણાચલ પ્રદેશ

6. કયું રાજ્ય ભારતમાં જોડાયું તે પહેલાં એક સ્વતંત્ર દેશ હતો ?

સિક્કિમ

7. કયું લોકગીત છત્તીસગઢના લોકગીતોનો રાજા ગણાય છે ?

દદરિયા

8.એશિયાનો પ્રથમ મિથેન ગેસ-કૂવો કયાં આવેલ છે ?

પરવતપુર, ઝારખંડ

9.ઈસોપીક કયા રાજ્યનું સર્વોચ્ચ પર્વત શિખર છે ?

મણિપુર

10.કયા રાજ્યની અર્થવ્યવસ્થા ને મનીઑર્ડર અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે ?

ઉત્તરાખંડ

આજનો દિન વિશેષ

 





Friday, March 26, 2021

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર

ગુજરાતનો ઇતિહાસ 


1. અમદાવાદને ' ધૂળિયું શહેર ' તરીકે કોણે વર્ણવ્યું હતું ? 

જહાંગીર

2. ઔરંગઝેબનો જન્મ કયા થયો હતો ? 

દાહોદ

3. શાહીબાગની સ્થાપના કોણે કરી હતી ? 

શાહજહાં

4. કાંકરિયાનું મૂળ નામ શું હતું ? 

 હૌજે કુતુબ 

5. અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી ? 

સુરત

6. ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવાની મનાઈ કોણે ફરમાવી હતી ? 

ઔરંગઝેબ

7. મોગલકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર ' બાબુલ મક્કા ' તરીકે ઓળખાતું હતું ? 

સુરત

8. ' ભગવદ્ ગોમંડળ ' ના ગ્રંથો કોણે તૈયાર કરાવ્યા ? 

ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ

9. મૌર્યશાસન કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી ? 

ગિરિનગર હાલનું જૂનાગઢ

10. ગુજરાતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? 

અકબર

આજનો દિન વિશેષ

 





Thursday, March 25, 2021

આજનું સામાન્ય જ્ઞાન

 ગુજરાતનો ઈતિહાસ

1. બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? 

દરબાર ગોપાળદાસ

2. બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ? 

વલ્લભભાઈ પટેલ

3. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ? 

1928

4. કર્ણદેવ સોલંકીએ આશા ભીલને ક્યારે હરાવ્યો હતો ? 

1074

5. ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત ક્યારે કરી હતી ? 

12 માર્ચ , 1930

6. ગાંધીજીએ કઈ તારીખે દરિયાકિનારેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો ? 

6 એપ્રિલ , 1930

7. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી ? 

બીજી

8. બીજી ગોળમેજી પરિષદ કયાં યોજાઈ હતી ? 

લંડનમાં

9. બોમ્બ બનાવવા અંગેની ' ગેરીલા વૉરફેર ' પુસ્તિકા કોણે પ્રગટ કરી હતી ? 

છોટુભાઈ પુરાણી

10. હડપ્પન સંસ્કૃતિના અવશેષો અમદાવાદ જિલ્લામાંથી કયા સ્થળેથી મળી આવ્યા છે ? 

લોથલ

Wednesday, March 24, 2021

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-77

 નમસ્કાર, 

આજનો  'જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-77 ' અંક રજૂ કરુ છું. જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો. જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો. આપ સૌના સહકાર અને સૂચન આપ્યા તે બદલ આભાર.
જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-77


આજનું સામાન્ય જ્ઞાન અક્ષર પબ્લિકેશન

 અક્ષર અકાદમી ગાંધીનગર


ગુજરાતનો ઈતિહાસ


1. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા ? 

શ્રી અરવિંદ ઘોષ

2. લંડનમાં ' ધી ઈન્ડિયન સોસિયાલૉજિસ્ટ ' નામનું માસિક કોણે શરૂ કર્યું હતું ?

 શ્યામજી કૃષ્ણ વર્મા

3. ' વનસ્પતિની દવાઓ ' અને' યદુકુળનો ઈતિહાસ ' નામે પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીતો દર્શાવનાર ક્રાંતિકારી લેખક કોણ હતા ? 

નરસિંહભાઈ  ઈશ્વરભાઈ પટેલ

4. અમદાવાદમાં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી ? 

મગનભાઈ ચતુરભાઈ પટેલ

5. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા ?

 1915

6. અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઈ હતી ? 

1920

7‌. ગુજરાતના કયા નેતા ' ડુંગળીચોર ' તરીકે ઓળખાતા હતા ? 

મોહનલાલ પંડ્યા

8. ગાંધીજી કોને પોતાની ' હિમાલય જેવડી ભૂલ ' ગણતા હતા ? 

લોકોને સવિનય કાનૂન ભંગમાં ભાગ લેવાનું કહેવાને 

9. ગાંધીજી કયા સાપ્તાહિકો ચલાવતા હતા ? 

નવજીવન અને યંગ ઈન્ડિયા

10. ઢસાના કયા રાજવીએ ગાદી ત્યાગ કરીને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?

 દરબાર ગોપાળદાસ

24 માર્ચ - વિશ્વ ક્ષય દિવસ

 

✅વિશ્વ ક્ષય દિવસ..


સમગ્ર વિશ્વમાં વિશ્વ ક્ષય દિન દર વર્ષે ૨૪ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં ૨૪ માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી ૨૪ માર્ચ ના દિવસે વિશ્વ ક્ષય દિન ઉજવવામાં આવે છે.






Tuesday, March 23, 2021

23 માર્ચ -શહીદ દિવસ

 




Sunday, March 21, 2021

આજનો દિન વિશેષ








 

Friday, March 19, 2021

આજનો દિવસ

વિશ્વ ઊંઘ દિવસ:19/3/2021

આ વર્ષે 19 માર્ચ એ વિશ્વ ઊંઘ દિવસ છે. આમ તો 
ઊંઘ કોને પ્રિય નથી? કવિઓને માટે પણ ઊંઘ કવિતાનો વિષય બને છે.
નરસિંહથી શરૂ કરીએ?-
‘જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે'
મીરાં -
‘સખી મ્હારી નીંદ નસાણી હો 
પિય રો પંથ નિહારત સબ રૈન બિહાણી હો' 
મકરન્દ દવે-
‘ઘેરી ઘેરી નીંદરા ગજબ કરે 
કોઈ મારે નયણે સૂરજ ઊગાડો, સાવ રે સોનાનાં કિરણ ઝરે'
મનહર મોદી 
‘ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું 
એટલું જાગવા જાગને જાદવા' 
રમેશ પારેખ 
‘ઢોલ પીટો છતાં લોક જાગે નહીં 
ગામમાં ઊંઘપંચમનો તહેવાર છે'
‘બગાસું ખાઉં તે પહેલાં તું બીડી પાઈ દે સાકી 
હું ઊંઘી જાઉં તે પહેલાં તું બીડી પાઈ દે સાકી 
ધુમાડામાં બધી ચિંતા ફૂંકી દેવાની ચિંતામાં 
ધુમાડો થાઉં તે પહેલાં તું બીડી પાઈ દે સાકી'

રમેશ પારેખના ગીતની પંક્તિ છે  -
‘ઊંઘ દિયે તે ભોંને સુખશય્યા કહીએ
આપણે હો બાવળ તો એની હેઠ રહીએ
ઝૂંટવી બીજાનો ગુલમ્હોર નહીં લઈએ 
ઉમળકો સમભાગે સૌને દઈ  દઇએ’

માધવ રામાનુજ:
‘એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો 
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં’
મરીઝ-
‘તું ઇબાદતમાં ઓ ઝાહિદ! રાતભર જાગ્યા કરે 
એનું દિલ જો જે કશા કારણ વગર જાગ્યા કરે 
આ વિરહરાતે જરા મારી કોઈ તસવીર લે 
પાંપણો ઢળતી રહે- કિંતુ નજર જાગ્યા કરે 
પાણી છાંટી લોક ઉડાડે છે ન ખપતી ઊંઘને 
શું નવાઈ જે હો આંખ આંસુથી તર જાગ્યા કરે 
ઊંઘથી ચોંકી પડી એક વખત લઈએ તો બસ 
નામ લઇ એનું ભલા શું રાતભર જાગ્યા કરે 
મોત વેળાની આ ઐય્યાશી નથી ગમતી ’મરીઝ' 
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે’

અમર ભટ્ટ