વિશ્વ ઊંઘ દિવસ:19/3/2021
આ વર્ષે 19 માર્ચ એ વિશ્વ ઊંઘ દિવસ છે. આમ તો
ઊંઘ કોને પ્રિય નથી? કવિઓને માટે પણ ઊંઘ કવિતાનો વિષય બને છે.
નરસિંહથી શરૂ કરીએ?-
‘જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે'
મીરાં -
‘સખી મ્હારી નીંદ નસાણી હો
પિય રો પંથ નિહારત સબ રૈન બિહાણી હો'
મકરન્દ દવે-
‘ઘેરી ઘેરી નીંદરા ગજબ કરે
કોઈ મારે નયણે સૂરજ ઊગાડો, સાવ રે સોનાનાં કિરણ ઝરે'
મનહર મોદી
‘ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું
એટલું જાગવા જાગને જાદવા'
રમેશ પારેખ
‘ઢોલ પીટો છતાં લોક જાગે નહીં
ગામમાં ઊંઘપંચમનો તહેવાર છે'
‘બગાસું ખાઉં તે પહેલાં તું બીડી પાઈ દે સાકી
હું ઊંઘી જાઉં તે પહેલાં તું બીડી પાઈ દે સાકી
ધુમાડામાં બધી ચિંતા ફૂંકી દેવાની ચિંતામાં
ધુમાડો થાઉં તે પહેલાં તું બીડી પાઈ દે સાકી'
રમેશ પારેખના ગીતની પંક્તિ છે -
‘ઊંઘ દિયે તે ભોંને સુખશય્યા કહીએ
આપણે હો બાવળ તો એની હેઠ રહીએ
ઝૂંટવી બીજાનો ગુલમ્હોર નહીં લઈએ
ઉમળકો સમભાગે સૌને દઈ દઇએ’
માધવ રામાનુજ:
‘એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં’
મરીઝ-
‘તું ઇબાદતમાં ઓ ઝાહિદ! રાતભર જાગ્યા કરે
એનું દિલ જો જે કશા કારણ વગર જાગ્યા કરે
આ વિરહરાતે જરા મારી કોઈ તસવીર લે
પાંપણો ઢળતી રહે- કિંતુ નજર જાગ્યા કરે
પાણી છાંટી લોક ઉડાડે છે ન ખપતી ઊંઘને
શું નવાઈ જે હો આંખ આંસુથી તર જાગ્યા કરે
ઊંઘથી ચોંકી પડી એક વખત લઈએ તો બસ
નામ લઇ એનું ભલા શું રાતભર જાગ્યા કરે
મોત વેળાની આ ઐય્યાશી નથી ગમતી ’મરીઝ'
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે’
અમર ભટ્ટ
Very nice Data
ReplyDeleteઆભાર
Delete