શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Monday, April 19, 2021

જાણવા જેવું

 ગુજરાતના જિલ્લાઓની વિશેષતાઓ વિશે કેટલીક વિગતો જોઈએ.

1.જૂનાગઢ માં આવેલ સુદર્શન તળાવ ગુજરાતનું સૌથી પ્રાચીન તળાવ ગણાય છે.

2.જૂનાગઢનો આઝાદી દિવસ 9 નવેમ્બરના રોજ ઊજવવામાં આવે છે.

3.જામનગરના બાલા હનુમાન મંદિર માં 1ઑગસ્ટ 1964 થી અખંડ ધૂન ચાલે છે.

4.જામનગરની ધરતી વૈદ્યોનું પિયર ગણાય છે.

5.ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો છે.

6.વિશ્વ નું પ્રથમ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી ફોરૅન્સિક કેન્દ્ર ગાંધીનગર ખાતે આવેલ છે.

7.ગુજરાતમાં સૌથી વધુ શિશુ લિંગ પ્રમાણ ડાંગ જિલ્લામાં છે.

8.દેવભૂમિ દ્વારકા જિલ્લાના  દ્વારકાના જગતમંદિરમાં વિશ્વની સૌથી લાંબી એક જ તાકામાંથી બનાવેલી ધ્વજા ચઢાવવામાં આવે છે.

9.દાહોદ જિલ્લામાં આવેલ બાવકા નું શિવમંદિર દાહોદ નું ખજુરાહો ગણાય છે.

10.કવિ ન્હાનાલાલે દાહોદને ગુજરાતનો પૂર્વનો દરવાજો કહ્યો છે.


અક્ષર અકાદમી ગાંધીનગર

No comments:

Post a Comment

પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...