અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતનું બંધારણ
1. બંધારણનું 'આમુખ' ક્યારથી અમલી બન્યું ?
26 નવેમ્બર , 1949
2. 'આમુખ' શાના પર આધારિત છે ?
જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બર, 1946 ના રોજ રજૂ કરેલ પ્રસ્તાવ પર
3. બંધારણ સભાએ 'આમુખ' ને અંતિમ સ્વરૂપમાં ક્યારે સ્વીકાર્યું ?
17 ઓક્ટોબર , 1948
4. ભારતીય બંધારણની પ્રસ્તાવનાને કોણે ચાર મુખ્ય ભાગોમાં વહેંચ્યું છે ?
જે.આર. સિવાચ
5. ભારતીય બંધારણના આમુખને કોણે ' સંવિધાનનો પરિચય પત્ર ' ગણાવ્યો છે ?
એન.એ. પાલખીવાલા
6. ભારતના બંધારણની પ્રસ્તાવનાને કોણ ' બંધારણની રાજનૈતિક કુંડળી ' ગણાવે છે ?
કે.એમ.મુનશી
7. ભારતીય બંધારણની પ્રસ્તાવનાને ' આપણા દીર્ઘકાલીન સ્વપ્નોનો વિચાર ' તરીકે કોણ ઓળખાવે છે ?
સર અલાદી કૃષ્ણસ્વામી ઐયર
8. અત્યાર સુધી પ્રસ્તાવનામાં કેટલી વાર સંશોધન કરવામાં આવેલ છે ?
એક
9. કયા બંધારણીય સુધારા અધિનિયમ અંતર્ગત પ્રસ્તાવનામાં સમાજવાદી , બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા છે ?
42 માં બંધારણીય સુધારા અધિનિયમ, 1976
10. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે પ્રસ્તાવના બંધારણનો ભાગ નથી ?
બેરૂબારી યુનિયન કેસ , 1960
11. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે પ્રસ્તાવના બંધારણનો ભાગ છે ?
કેશવાનંદ ભારતી વિ. કેરલ રાજ્ય , 1973
12. બંધારણની કઈ કલમ અંતર્ગત પ્રસ્તાવનામાં સંશોધન થઈ શકે છે ?
અનુચ્છેદ - 368
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...