મિત્રો આજે ભારતનો સાંસ્કૃતિક વારસો વિષય અંતર્ગત ભારતીય ફિલ્મ વિશે કેટલીક વિગતો જોઈએ.
1.18 મે 1912 ના રોજ ભારત માં રજૂ થયેલ પ્રથમ થિયેટ્રિકલ ફીચર ફિલ્મ પુંડલિક હતી જે અંગ્રેજ કૅમેરામેન દ્વારા બનાવાયેલ હતી.
2.પ્રથમ ભારતીય ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર 3 મે 1913 ના રોજ રજૂ થઈ હતી.
3.રાજા હરિશ્ચંદ્ર ફિલ્મના નિર્માણ માટે ખર્ચ ને પહોંચી વળવા માટે દાદા સાહેબ ફાળકે એ પોતાની જીવન વીમા પોલિસી પર લોન લીધી હતી અને પત્ની ના ઘરેણાં ગીરવે મૂક્યાં હતાં.
4.રાજા હરિશ્ચંદ્ર ફિલ્મમાં હિરોઈન -તારામતીનો રોલ અન્ના હરિ સાલુન્કે નામના છોકરા એ ભજવ્યો હતો.
5.ભારતીય ફિલ્મ ની પ્રથમ મહિલા બાળ કલાકાર દાદા સાહેબ ફાળકે ની પુત્રી મંદાકિની હતી તેણે કાલીયા મર્દન ફિલ્મમાં બાળ કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું.
6.વિદેશમા દેખાડવામાં આવી હોય તેવી પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર હતી જે 1914 માં લંડનમાં દર્શાવવા માં આવી હતી.
7.કલાત્મક મહોત્સવ માં વિદેશમાં રજૂ થયેલ પ્રથમ ફિલ્મ દેવકી બોઝ દિગ્દર્શિત ફિલ્મ સીતા હતી જે 1934 માં વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં રજૂ થ ઇ હતી.
8.પ્રથમ ગુજરાતી ફિલ્મ મુંબઈની શેઠાણી 9 જાન્યુઆરી 1932 ના રોજ રજૂ થયેલ હતી.
9.પહેલી પૂર્ણ લંબાઈની ગુજરાતી ફિલ્મ નરસિંહ મેહતા 9 એપ્રિલ 1932 ના રોજ મુંબઈમાં રજૂ થયેલ હતી.
10.સૌથી વધુ -71 ગીતો ધરાવતી પ્રથમ ફિલ્મ ઈન્દ્રસભા (1932) હતી.
11.દાદા સાહેબ ફાળકે પ્રથમ સિને ટેકનિશિયન હતા જેમણે વિદેશમાં જઇને ટ્રેનિંગ મેળવી હતી.
12.ભારતની પ્રથમ ટેકનિકલર ફિલ્મ સેરંધ્રી(1933) હતી.
13.ભારતની પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરા 14 માર્ચ 1931 ના રોજ મુંબઈમાં રજૂ થઇ હતી.
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...