શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Friday, May 28, 2021

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનું બંધારણ ભાગ 6: રાજ્યો

અનુચ્છેદ 152 થી 237


1. દિલ્હીના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે ? 

રાષ્ટ્રપતિ

2. રાજ્યના એડવોકેટ જનરલના હોદ્દાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? 

165

3. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે ? 

રાજ્યપાલ

4. રાજ્યના પ્રથમ કાયદા અધિકારી કોણ છે ?

 એડવોકેટ જનરલ

5. બંધારણની કઈ કલમ અનુસાર એડવોકેટ જનરલ રાજ્યના વિધાનમંડળમાં બોલવાનો કે કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર ધરાવે છે ? 

177

6. એડવોકેટ જનરલ તરીકે કોની નિમણુક થઈ શકે છે ?

 હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિમણૂકની લાયકાત ધરાવનાર વ્યક્તિ

7. રાજ્યપાલને માહિતી પૂરી પાડવાની મુખ્યમંત્રીની ફરજની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? 

167

8. કોઈપણ નિર્ણય રાજ્ય મંત્રીમંડળની ચર્ચાવિચારણા બાદ જ લેવાય તેવો આગ્રહ કઈ કલમમાં કરવામાં આવ્યો છે ? 

167 (સી) 

9. રાજ્ય વિધાનમંડળની રચનાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? 

168

10. રાજ્યોમાં વિધાનપરિષદની નાબૂદી કે સર્જનની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? 

169

No comments:

Post a Comment

પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...