શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Saturday, May 22, 2021

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર


ભારતનું બંધારણ ભાગ 5 સંઘીય કારોબારી તંત્ર અનુચ્છેદ 52 થી 151


1. સંસદમાં વિશ્વાસ પ્રસ્તાવ કોના દ્વારા રજૂ થાય છે ? 

મંત્રીપરિષદ

2. પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે ?

 રાષ્ટ્રપતિ

3. લોકસભાએ પસાર કરેલ સંવિધાન સંશોધન વિધેયકને રાજ્યસભા અસ્વીકાર કરે તો શું થશે ?

 વિધેયક અંતિમ સ્વરૂપે સમાપ્ત થશે

4. કોના મૃત્યુને લીધે મંત્રીપરિષદનું તાત્કાલિક વિર્સજન થાય છે ? 

વડાપ્રધાન

5. કઈ પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ માનવા બંધાયેલા નથી ?

 વડાપ્રધાને ગૃહમાં બહુમતી ગુમાવી હોય

6. લોકસભાના અધ્યક્ષને કઈ રીતે હટાવી શકાય ? 

લોકસભાના કુલ સભ્યોની બહુમતી દ્વારા પ્રસ્તાવિત પ્રસ્તાવ દ્વારા

7. વડાપ્રધાનનું સચિવાલય કયા મંત્રાલય હેઠળ હોય છે ?

 ગૃહ મંત્રાલય

8. કેન્દ્રીય મંત્રી કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ? 

રાષ્ટ્રપતિ

9. રાષ્ટ્રપતિ કેવાં વિધેયકને પુનર્વિચારણા માટે મોકલી શકે છે ? 

નાણાંવિધેયક સિવાયનાં

10. વાર્ષિક નાણાંકીય નિવેદનનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં કરવામાં આવ્યો છે ?

 112

No comments:

Post a Comment

પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...