શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Monday, May 10, 2021

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનું બંધારણ ભાગ 4 - એ : મૂળભૂત ફરજો 

અનુચ્છેદ 51- એ


1. મૂળ બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવ્યો હતો ? 

કોઈ ઉલ્લેખ ન હતો

2. મૂળભૂત ફરજોની જોગવાઈ કઈ સમિતિની ભલામણોને આધારે કરવામાં આવી છે ? 

સરદાર સ્વર્ણસિંહની અધ્યક્ષતાવાળી સમિતિ

3. ક્યા બંધારણીય સુધારા અધિનિયમથી બંધારણમાં મૂળભૂત ફરજોની જોગવાઈ કરાઈ ? 

 42 મા બંધારણીય સુધારા અધિનિયમ 1976

4. 42 મા બંધારણીય સુધારા અધિનિયમ, 1976 અંતર્ગત કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી ?

 10

5. 42 મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 અંતર્ગત બંધારણમાં ક્યો ભાગ ઉમેરવામાં આવ્યો ? 

ભાગ 4 - એ , અનુચ્છેદ 51- એ

6. નાગરિકોની મૂળભૂત ફરજોનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં કરવામાં આવ્યો છે ? 

અનુચ્છેદ 51- એ

7. નાગરિકોની દશ ફરજોને કોણ ' દશ આદેશો ' સાથે સરખાવે છે ? 

ડી‌.કે. બરૂઆ

8. હાલમાં બંધારણમાં નાગરિકોની કેટલી મૂળભૂત ફરજો છે ?

 11

9. કયા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ 6 થી 14 વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરુ પાડવાની મા - બાપ કે વાલીની ફરજનો બંધારણમાં સમાવેશ કરાયો?

 86 મા બંધારણીય સુધારા અધિનિયમ 2002 

10. વૈજ્ઞાનિક માનસ કેળવવાની નાગરિકની ફરજનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે ?

 અનુચ્છેદ 51- એ (એચ)

No comments:

Post a Comment

પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...