શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Monday, May 31, 2021

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર 

ભારતનું બંધારણ ભાગ 6 રાજ્યો અનુચ્છેદ 152 થી 237


1. હાઈકોર્ટના ન્યાયાધીશ કેટલા વર્ષ સુધી હોદ્દો ધરાવી શકે છે ? 

62 વર્ષ

2. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને કોણ શપથ લેવડાવે છે ? 

રાજ્યપાલ

3. હાઈકોર્ટમાં નિમાયેલા વધારાના ન્યાયાધીશ કેટલા સમય સુધી કાર્યરત રહી શકે ?

 2 વર્ષ

4. બંધારણની કઈ કલમ અનુસાર મૂળભૂત હકોના ભંગ બદલ વ્યક્તિ વિભિન્ન રિટ દ્વારા હાઈકોર્ટમાં દાદ માગી શકે છે ?

 226

5. બંધારણની કઈ કલમ અનુસાર હાઈકોર્ટ પોતે રિટ કાઢી શકે છે ?

 227

6. જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?

 રાજ્યપાલ

7. જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક માટે ઓછામાં ઓછા કેટલા વર્ષની વકીલાતનો અનુભવ જરૂરી છે ? 

સાત વર્ષ

8. જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક પહેલાં રાજ્યપાલ કોની સાથે વિચારવિમર્શ કરે છે ? 

સંબંધિત હાઈકોર્ટ

9. વિધાનમંડળનો સદસ્ય પોતાનું રાજીનામું કોને આપે છે ? 

અધ્યક્ષ અથવા સભાપતિને

10. વિધાનસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલા વર્ષની છે ? 

25 વર્ષ

No comments:

Post a Comment

પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...