શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Wednesday, May 12, 2021

વર્તમાન સફર

 અક્ષર અકાદમી ગાંધીનગર

આજનું કરન્ટ અફેર્સ

9-5-2021


1.બિમન બંદોપાધ્યાયને સતત ત્રીજી વખત પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

2.  હિંમત બિસ્વાનીની આસામ ધારાસભ્ય દળના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી.હિંમત બિસ્વાની આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

3.ગોવાના લોકાયુક્ત તરીકે બોમ્બે હાઈકોર્ટેના નિવૃત્ત ન્યાયમૂર્તિ એ.એચ. જોષીની નિમણૂક કરવામાં આવી.

4.ન્યૂયોર્ક સિટી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 'હેપી બર્થ-ડે' નામની લઘુ ફિલ્મ માટે અનુપમ ખેરને સર્વશ્રેષ્ઠ   એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.ફિલ્મને પણ સર્વશ્રેષ્ઠ લઘુ ફિલ્મ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

5.અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક પછી એક એમ ત્રણ બોમ્બ બ્લાસ્ટમાં 55 લોકો નાં મોત.

6.ચીનનું બેકાબૂ બનેલું 21 ટન નું રૉકેટ 'માર્ચ 5B'.માલદીવ્ઝના દરિયામાં ક્રેશ થયું.

6.ભારતીય પહેલવાન સીમા બિસ્લાએ 50 kg કેટેગરીમાં ટોકિયો ઑલમ્પિક માટે ક્વૉલિફાઇડ કર્યું.

7.ઉર્દૂ સાહિત્યકાર પ્રો. શમીમ હનફીનુ કોરોના સંક્રમણના કારણે અવસાન થયું.

8.DRDO એ કોવિડ -19 ના નિદાન માટે ATMAN AI ટૂલ વિકસાવ્યું.

9.લૉરિયસ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા લૉરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડઝ 2021 જાહેર કરવામાં આવ્યા.

-લૉરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ મેન ઓફ ધ યર-રાફેલ નડાલ

-લૉરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર-નાઓમી ઓસાકા

-લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ-બિલી જીન કિંગ

-ટીમ ઓફ ધ યર-બાયર્ન મ્યુનિખ

-બ્રેકથ્રૂ ઓફ ધ યર એવોર્ડ-પેટ્રિક મહોમ્સ

-કમબેક ઓફ ધ યર એવોર્ડ-મેક્સ  પેરટ

-સ્પોર્ટિગ ઇન્સપીરેશન એવોર્ડ- મોહમ્મદ સારાહ

-સ્પોર્ટિગ મોમેન્ટ ઓફ ધ યર એવોર્ડ- ક્રિસ નિક્કી

- એથ્લિટ એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ- લુઇસ હેમિલ્ટન


અક્ષર અકાદમી ગાંધીનગર

આજનું કરન્ટ અફેર્સ

10-5-2021


1.આસામના મુખ્યમંત્રી તરીકે હિમંત બિસ્વા સરમાની વરણી.

2.લેબર પાર્ટીના સાદિક ખાન લંડનના બીજી વખત મેયર બન્યા.

3.ઓડિશા સરકારે મનોજ દાસ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર આપવાની જાહેરાત કરી.

4.અભિનેતા રાહુલ વોહરાનુ કોરોના સંક્રમણના કારણે અવસાન.

5.અગ્રણી મૂર્તિકાર અને ઓડિશામાં થી રાજ્યસભાના સાંસદ ડૉ.રઘુનાથ મહાપાત્રનું અવસાન.

6.લુઇસ હેમિલ્ટને સતત પાંચમી વખત ફોર્મ્યુલા વન સ્પેનિશ ગ્રા.પી.જીતી.

7.બેલારૂસની આર્ય સબાલેન્કાએ મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલા એકલનો ખિતાબ જીત્યો.


અક્ષર અકાદમી ગાંધીનગર

આજનું કરન્ટ અફેર્સ

11-5-2021


1.ICC દ્વારા એપ્રિલ મહિના માટે મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ અને વુમન પ્લેયર ઓફ ધ મંથ તરીકે ઓસ્ટ્રેલિયાની એલિસા હેરીની પસંદગી કરવામાં આવી.

2.ગોવા, તેલંગાણા અને આંદોમાન નિકોબાર ટાપુસમૂહ બાદ પુડુચેરી ગ્રામ વિસ્તારોમાં ઘરોમાં નળથી પાણી પૂરું પાડનાર  ચોથું રાજ્ય/ સંઘ પ્રદેશ.

3.CBSC એ ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે Dost for Life મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી.

4.ત્રિપુરા સરકારે વિદ્યાર્થીઓ માટે ઓરો છાત્રવૃત્તિ યોજના શરૂ કરી.

5.મલયાલમ અભિનેતા અને સ્ક્રીન રાઇટર મેડામ્પૂ કુન્જુકુટ્ટન નું કોરોના સંક્રમણના કારણે અવસાન.

6.જર્મન વાસ્તુકાર હેલ્મુટ જહાન નું અવસાન.

7.11 મેં નેશનલ ટેકનોલોજી દિવસ તરીકે ઊજવવામાં આવે છે.આજનું થીમ એક સતત ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે.

No comments:

Post a Comment

પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...