અક્ષર અકાદમી ગાંધીનગર
ભારતનું બંધારણ ભાગ 11 સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો
1. સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધોની જોગવાઈ બંધારણના કયા ભાગમાં કરવામાં આવી છે ?
ભાગ 11
2. કેન્દ્ર અને રાજ્યોના વિધાનમંડળોને કાયદા ઘડવા વિષયોની વહેંચણીની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
246
3. કેન્દ્ર અને રાજ્યોના વિધાનમંડળોને કાયદા ઘડવા વિષયોને બંધારણની કઈ અનુસૂચિમાં સમાવવામાં આવ્યા છે ?
સાતમી અનુસૂચિ
4. બંધારણની સાતમી અનુસૂચિમાં કેટલા પ્રકારની યાદીઓ છે ?
ત્રણ , સંઘ સૂચિ , રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચિ
5. સંઘ સૂચિમાં કેવા પ્રકારના વિષયો છે ?
રાષ્ટ્રીય મહત્વના
6. વસતિ ગણતરી કઈ સૂચિનો વિષય છે ?
સંઘ સૂચિ
7. શેરબજાર અને વીમો કઈ સૂચિના વિષયો છે ?
સંઘ સૂચિ
8. ફિલ્મો દેખાડવાની મંજૂરી કઈ સૂચિનો વિષય છે ?
સંઘ સૂચિ
9. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કઈ સૂચિનો વિષય છે ?
રાજ્ય સૂચિ
10. કાયદા ઘડવાની અવશિષ્ટ સત્તાઓ કોની પાસે છે ?
સંસદ
No comments:
Post a Comment
પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...