શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Tuesday, April 06, 2021

કવીઝ પ્રમાણપત્ર

 























Monday, April 05, 2021

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર


ભારતની ભૂગોળ


1. ભારતની મુખ્ય ભૂમિનું દક્ષિણતમ બિંદુ કયું છે?

 કેપ કેમોરિન ( કન્યાકુમારી) 

2. દેશનું પ્રથમ આદિવાસી વિશ્વવિદ્યાલય કયાં સ્થાપવામાં આવ્યું છે? 

અમરકંટક, મધ્યપ્રદેશ

3. લદ્દાખ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર કયું છે?

 માઉન્ટ રાકાપોશી

4. દેશના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં લાલ માટી આવેલી છે? 

લગભગ 16 ટકા

5. દેશનું પ્રથમ નિગમિત બંદર કયું છે?

 એન્નોર

6. દેશનું પ્રથમ જ્વારીય બંદર કયું છે? 

કંડલા 

7.ભારતનું દક્ષિણતમ બંદર કયું છે? 

કન્યાકુમારી

8. દેશનો પ્રમાણ સમય ક્યાંથી નક્કી કરવામાં આવ્યો છે? 

અલાહાબાદ પાસેના નેની-મિર્ઝોપુર

9. ભારતનું પ્રથમ સોયાબીન વાયદા બજાર કયાં આવેલ છે? 

ઇંદોર

10. દેશની પ્રથમ મોબાઇલ બેંક ક્યા જિલ્લામાં કાર્યરત છે? 

મધ્યપ્રદેશના ખરગોન

આજનો દિન વિશેષ


 





Sunday, April 04, 2021

ખલીલ ધનતેજવીનું અવસાન........


જાણીતા કવિ ખલિલ ધનતેજવીનું વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન


ખલીલ ધનતેજવી (મૂળ નામ: ખલીલ ઇસ્માઇલ મકરાણી) ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર છે.તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો.તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું.

• ગઝલસંગ્રહ

સાદગી
સારાંશ (૨૦૦૮)
સરોવર (૨૦૧૮)

• નવલકથા
ડો. રેખા (૧૯૭૪)
તરસ્યાં એકાંત (૧૯૮૦)
મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (૧૯૮૪)
લીલા પાંદડે પાનખર (૧૯૮૬)
સન્નાટાની ચીસ (૧૯૮૭)
સાવ અધૂરા લોક (૧૯૯૧)
લીલોછમ તડકો (૧૯૯૪)

• પુરસ્કાર

તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો


પગ નથી ધરતી ઉપરને આભ માથા પર નથી,
બેઉમાંથી કોઈનો પણ કબજો મારા પર નથી.

પગ પસારું છું હંમેશા હું મારી ચાદર મુજબ,
બોજ કંઈ મારી હયાતીનો આ દુનિયા પર નથી.

મર્દ છું, અશ્રુ વગર પણ રડતાં ફાવે છે મને,
જોઈ લો એકે ઉઝરડો મારા ચ્હેરા પર નથી.

આત્માને પણ સતત ઝળહળતો રાખું છું સદા,
રોશની માટે બધો આધાર દીવા પર નથી.

કેટલી એકલતા મારી ચોતરફ વ્યાપી ગઈ,
એક પણ ચકલીનો માળો મારા ફોટા પર નથી.

સો ટકા, ઘર બદલીને બીજે કશે ચાલ્યા ગયા,
ફૂલવાળો એમના ફળિયાના નાકા પર નથી.

મારી મંઝિલ તો હંમેશા હોય મારા પગ તળે,
હું ખલીલ અત્યારે અંતરિયાળ રસ્તા પર નથી.

ખલીલ ધનતેજવી : સ્મરણયાત્રા

    ખલીલ શબ્દનો અર્થ 'સાચો દોસ્ત' થાય એની ઘણા ગુજરાતીઓને ખબર નહીં હોય પણ એનો સહેજે વાંધો નથી, કેમ કે સહુએ એ તથ્ય જાણ્યું ભલે ન હોય, ઠાંસોઠાંસ અનુભવ્યું છે.
આવો એમના સમૃદ્ધ જીવનની એક ઝલક મેળવીએ..    
આજથી  70 વરસ પહેલાની એક સાંજે દસબાર વર્ષની ઉમરે પહેલી ગઝલ લખી બાળક ખલીલે એના દાદાને એ ગઝલ સંભળાવી તો દાદાએ પૂછ્યું, ક્યાંથી ઉતારી લાવ્યો? અને ખલીલ સાહેબે જવાબ આપ્યો, ઉતારી નથી લાવ્યો, ઉપરથી ઉતરી છે.   
         જનાબ ખલીલ ધનતેજવી, મુશાયરાની રાંક દુનિયાનું ધન, ગઝલની અંધારી ગલીઓનું તેજ. ગુજરાતી ગઝલને ધનતેજ ગામની આ અમૂલ્ય ભેટ, 
  એ જ ગામની સીમમાં અને સીમામાં રહેલી એમની શરમાળ ગઝલ 1962માં પહેલી વાર બોલતી થઈને મંચ પર આવી એ ઘટનાને ય 50થી વધુ વરસ થયા. અને આ પાંચ દાયકામાં શું થયું?  
  સ્વીકારી લઈએ હવે વાત આ દલીલ વગર
        તરી શકે ન કદી નાવડી સલિલ વગર 
  પચાસ વર્ષનો ઈતિહાસ એનો સાક્ષી છે
 મુશાયરો કદી જામે નહીં ખલીલ વગર 
              આમ તો ખલીલ સાહેબે ઉર્દુમાં ય ગઝલ લખી, દેશભરમાં મુશાયરાઓમાં ગયા.  
     અબ મૈં રાશન કી કતારોમેં નઝર આતા હૂં
    અપને ખેતો સે બિછડને કી સજા પાતા હૂં
  એમની આ ગઝલ જગજીતસિંહજીએ ગાઈ. ઉર્દુમાં એમનો ગમે તેટલો ઊંચો મકામ હોય પણ અમારે મન ખલીલ ધનતેજવી એટલે ગુજરાતી ગઝલના બાદશાહ. 
  ગામડાનો આ જીવ, ગળથૂથીમાં કોઈ સ્તોત્ર શીખ્યા વગર ગઝલનું ગોત્ર એમને ખોળતું આવ્યું. એમના ઘરમાં અભરાઈ પર ડિક્શનરીઓના થપ્પા નહોતા પણ ખેતર ખોરડાની પરિભાષા એમને હાથવગી. જરૂર પડ્યે ક્પાસના તાંતણા જેવી મુલાયમ અને જરૂર પડ્યે દાતરડા જેવી ધારદાર. જીવનભર કોલેજનું મોં જોયું નહીં, પણ ખેતરની વિદ્યાપીઠમાં સ્નાતક થયા, ખેડુપુત્રની ખુદ્દારી અને લાચારી જોઈ જોઈને.. 
  મારી જેમ ગઝલ વિશેના કોઈ થિસીસ વાંચવાની ભૂલ કે લખવાની ગુસ્તાખી એમણે કરી નહીં, પણ પાટી પર ગઝલ બરાબર ઘૂંટી. એટલે જ ગુજરાતી ગઝલમાં એકડો તો એમનો જ, બાકી બધા મીંડા. કહો કે, ખાખી જર્જરિત પૂઠાની પથારીમાં સૂતેલી ભાષાને જ્યારે સોળ વરસની છોકરી બનીને આળસ મરડીને ઊભા થવાનું મન થાય છે ત્યારે ખલીલ ધનતેજવીની ગઝલમાં આવતી ઓઢણી ઓઢે છે. 
  દાદા દાદીએ શીખવ્યા નહોતા છતાં એમની પાસેથી ઝીલી લીધા એ ચોટદાર મુહાવરાઓ અને કહેવતથી એમની ગઝલ મંડિત છે. સીધીસાદી છતાં સોંસરી તળપદી ગુજરાતી ભાષા એમની ગઝલમાં એના શ્રેષ્ઠતમ સ્વરૂપમાં પ્રગટ થઈ છે. 
          માતૃભાષાની માટીની સુવાસ ખલીલસાહેબના ગઝલોના ઉપવનની આગવી ખૂબી છે. સોનેટ હાઈકૂની જેમ આ ગઝલનો પ્રકાર દોઢસો વર્ષ પહેલા પરદેશમાંથી ગુજરાતમાં આવ્યો. એને બહારથી માત્ર ગુજરાતી વાઘાં પહેરાવવાનું નહીં પરંતુ એનો રૂહ ગુજરાતી બનાવવાનું કામ છેલ્લા 50 વરસમાં જો કોઈ એક શાયરે સૌથી વિશેષ કર્યું હોય, તો શંકા વગર એ શાયરનું નામ છે ખલીલ ધનતેજવી. 
  અલંકારિક નહીં છતાં ચોટદાર, સાહિત્યિક નહીં છતાં સમૃદ્ધ, બાનીના માલિક ખલીલ સાહેબના ગુજરાતી ગઝલમાં પ્રદાનની નોંધ ઓછી લેવાઈ છે. 
  લોકપ્રિય શાયર, મુશાયરાના કવિ કહીને એમને એક મર્યાદિત ખૂણો અમારા સફેદ ઝભ્ભાધારીઓએ એમને આપી રાખ્યો છે. જો કે 85 વર્ષે પણ પેંટ શર્ટમાં શોભતા આ યુવાનને એની પરવા નહોતી. કેમ કે એમનો મોભો અને મુકામ લોકોના હૃદયમાં રહ્યા. 
  ખલીલ સાહેબે કોઈ ચિંતકની જેમ ગઝલને ચૂંથી નથી. આત્મા પરમાત્મા કે સ્વની શોધની ભારેખમ વાત કરી નથી. 
  ખલીલ સાહેબ પોતાની ગઝલોના શેરોમાં એક સામાન્ય જીવનજોધ્ધાની વાત લઈને આવે છે. એમની ગઝલોમાં એક આમ આદમીના સંઘર્ષોને, એક આમ આદમીની દૃષ્ટિએ જ જોવાની એમણે કોશિશ કરી છે, જીવનની કઠિનતા, અન્યાયો, કડવાશ, અને સ્વમાન કે માનવીય ગૌરવની સીધી સાદી વાતને આ શાયરે પોતાની શાનદાર અને જાનદાર માણસની બાનીમાં, અત્યંત લાઘવથી અને ખૂબ સલૂકાઈથી મૂકી આપી છે. ત્યારે ત્યારે શ્રોતાઓએ અનાયાસે અનુભવ્યું છે કે આ તો મારા જ દિલની વાત!  
  ઉર્દુમાં મૈંને ગઝલ લિખી હૈ એવું કહેવામાં નથી આવતું. મૈને ગઝલ કહી હૈ એમ કહેવાય છે. અર્થાત ગઝલ બોલચાલની ભાષામાં જ લખાય, આ વાતની ખલીલ સાહેબને પૂરી પ્રતીતિ હતી. શીઘ્ર કોમ્યુનિકેશન થાય એમાં જ ગઝલની મઝા છે. વચ્ચે તૂત ચાલ્યું હતું તેમ ટહુકો, મોરપિચ્છ, બિંબ, પ્રતિબિંબ, રણ, પડછાયા, શૂન્યતા અને સંભાવનાની દુર્બોધ, બોદી અને ખોખલી વાતોની પાંગળી પરિષદમાંથી ગઝલને બહાર કાઢીને ખલીલ સાહેબ ગઝલને ચોતરામાં લઈ આવ્યા.
         ખલીલ સાહેબના શેરો સાંભળીને ખુરશી પર રીતસર બબ્બે ફૂટ ઉછળતા લોકો મેં જોયા છે. ખલીલ સાહેબ એકવાર રજૂઆત કરીને બેસી જાય પછી લોકોના આગ્રહવશ એમને બીજીવાર રજૂ કરવા પડે એ અપવાદ નહીં, પણ નિયમ હતો.     
         ખલીલ ધનતેજવીએ કારર્કિર્દીની શરૂઆત કરિયાણાની દુકાને નામું લખવાથી કરી હતી. એટલે બાબરનામા અને અકબરનામાની જેમ ખલીલનામા એ એમનું પહેલું સર્જનાત્મક કાર્ય. પછી એ ‘નુપૂર’ નામના સામાયિકના સંપાદક થયા. એટલે કે જમા-ઉધારના ધંધામાંથી કેવળ ઉધારીના ધંધામાં આવી પડ્યા. જાહેરાત લેવા ગયા તો જાહેરાત ઉઘરાવવાની એમની કળા જોઈ એક શેઠિયાએ એમને મેનેજરની નોકરી આપી. લોકસત્તામાં એક લેખ ન છપાયો એની તપાસ કરવા લોક્સત્તા કાર્યાલયમાં ગયા અને ત્યાં વજ્ર માતરીએ પત્રકારની નોકરી આપી. એમાંથી વળી સિનેમા સમાચારમાં ગયા. ત્રણ દિવસ વડોદરા અને ત્રણ દિવસ મુંબઈ એવી જિંદગી થઈ. નોકરીના પહેલા જ દિવસે અશોકકુમાર, શત્રુઘ્ન સિંહા અને હેમા માલિનીના ઈંટરવ્યૂ લીધા. 
           આ અરસામાં અમિતાભે એકવાર ખલીલ સાહેબની બાજુમાં ઊભા રહી ઊંચાઈ સરખાવી કહ્યું હતું, “દેખો મેં આપ સે ઊંચા હૂં.” ખલીલ સાહેબે જવાબ આપ્યો, “આપ મુઝસે ઊંચે નહીં હો, લંબે હો!”  
        1976માં ખલીલ સાહેબે એમની પોતાની નવલકથા ‘ડોક્ટર રેખા’ પરથી જ પોતે ફિલ્મ બનાવી. ત્યારથી લઈ વીસથી વધુ નવલકથા લખી અને વીસથી વધુ ફિલ્મો બનાવી. અનેક એવોર્ડસ મેળવ્યા. પણ જીવનના આ છેલ્લા 35 વરસોમાં મુશાયરાના સરતાજ તરીકેની ઓળખ, એમની આગળની તમામ સિદ્ધિઓ કરતાં સર્વોપરી સિદ્ધ થઈ. 
  આ નમ્ર, નિખાલસ, નિં;સ્વાર્થ માનવી અમારા જેવા કંઈ નવોદિતોના માથા પર નહી પણ હાથમાં હાથ રાખીને મહાલ્યા છે. મારા પછીની પેઢીના શાયરો પણ સેલ્ફી લેવા માટે એમના ખભે હાથ મૂકી શકતા. જેમની હાજરીનો કદી ભાર ન લાગે એવા આ વડીલ શાયરની વસમી વિદાય ટાણે સૌ એમના અનુગામી અને એમના અનુગૃહિત શાયરો વતી હું સલામ ભરું છું. 
(અમુક સ્રોત એમનું જન્મ વર્ષ 1938 લખે છે પણ એમનો જન્મ 12 ડિસેમ્બર 1935ના દિવસે થયો હતો.) 
        સર્જક કદી મૃત્યુ પામતો નથી, એ આશ્વાસન આજે તો ઠાલું લાગે પણ સમય જતાં એ જ સત્ય બનીને,  ઈતિહાસ બનીને અંકાશે.....

    રઈશ મનીઆર

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર


ગુજરાતનો ઈતિહાસ

1. આધુનિક જામનગરના નિર્માતા  તરીકે કોણ ઓળખાય  છે? 

જામ દિગ્વિજયસિંહજી

2. ' રાજવિનોદ ' સંસ્કૃત મહાકાવ્ય રચયિતા ઉદયરાજ ક્યા સુલતાનના આશ્રિત કવિ હતા? 

મહંમદ બેગડાએ

3. દાંડીયાત્રાને કોણ 'રામચંદ્રની લંકાયાત્રા'સાથે સરખાવી છે? 

મોતીલાલ નહેરુ

4. ગુજરાતમાં સત્યાશિયો દુકાળ ક્યારે પડ્યો હતો? 

સંવત 1687 માં 

5. અમદાવાદમાં સૌથી લાંબો સમય સુધી (19 વર્ષ)  સૂબેદારી કોણ કરી? 

કારતલબખા (સુજાતખાં તરીકે પ્રસિદ્ધ) 

6. ગુજરાતનું કયું યુદ્વ '  પાણીપતની ભોણેજડી' તરીકે ઓળખાય છે?

 ભૂચર મોરીનું  યુદ્ધ

7. રાજકોટનું લાલપરી તળાવ કોણે બંધાવ્યું હતું? 

લાખાજીરાજ

8. રાજકોટ સત્યાગ્રહ (1938-39) મો પ્રથમ શહીદ કોણ હતો? 

સવદાસ પટેલ

9. કવિ સોમેશ્વર કયા વાધેલા રાજાના દરબારના કવિ હતા? 

વિસલદેવ વાધેલા 

10. સિક્કા પર વર્ષ આપવાની સૌ પ્રથમ પ્રથા ક્યા રાજાના સિક્કા પર જોવા મળે છે? 

ક્ષત્રપ રાજા રુદ્રસિંહ પ્રથમ



આજનો દિન વિશેષ 





 

 જન્મદિવસ શુભેચ્છા 



Saturday, April 03, 2021

આજનો દિન વિશેષ

 




આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર


ભારતની ભૂગોળ

1. ભારતમાં સૌથી વધુ જિપ્સમનું  ઉત્પાદન ક્યા રાજ્યમાં થાય છે? 

રાજસ્થાન

2. લુશાઈ, પટકાઈ અને અરાકાન  પર્વત શ્રેણી કયા બે દેશો વચ્ચે પ્રાકૃતિક સીમા બનાવે છે? 

ભારત અને મ્યાંમાર

3. એશિયાનું પ્રથમ પવન ઊર્જા કેન્દ્ર કયા સ્થળે સ્થાપવામાં આવ્યું છે? 

ભૂજ, ગુજરાત

4. ભારતમાં  સૌ પ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે? 

અરુણાચલ પ્રદેશ

5. ભારતનો સૌથી ટૂંકો રાષ્ટ્રીય રાજમાર્ગ કયા ટાપુ પર આવેલ છે?

 વેલિંગટન

6. સુવર્ણરેખા પરિયોજના કયા રાજયમાં છે? 

ઝારખંડ

7. ભારતનું  સૌથી મોટું કોલસા ક્ષેત્ર કયું છે? 

ઝરિયા 

8. ભારતમાં અર્થમૂવર્સ લિમિટેડ ક્યાં આવેલ છે? 

બેંગ્લોર

9. દેશનું સૌથી વધુ શણનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે? 

પ.બંગાલ

10. ભારતમાં સૌ પ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? 

આસામના માકુમ  ક્ષેત્રમાં

 જન્મદિવસની શુભેચ્છા



Friday, April 02, 2021

જન્મદિવસની શુભેચ્છા



આજનું સામાન્ય જ્ઞાન

ભારતની ભૂગોળ


1. ભારતમાં ક્યા રાજ્યની સૌથી વધુ સરહદ મ્યાંમાર રાજ્યને સ્પર્શ છે? 

અરુણાચલ પ્રદેશ

2. ભારતમાં કઈ માટીનો વિસ્તાર સૌથી વધુ છે? 

જલોઢ

3. સંપૂર્ણ ભારતના કેટલા વિસ્તારમાં પર્વત અને પહાડી વિસ્તાર આવેલ છે? 

28.8 ટકા

4.ભારતના કયા રાજયની સરહદ ચીન, નેપાળ અને ભૂતાનના સ્પર્શે છે? 

સિક્કિમ

5. ભારતનું સૌથી ઠંડુ સ્થળ કયું છે? 

દ્રાસ (જમ્મુ-કાશ્મીર) 

6. ભારતનું કયું શહેર સ્પેસ સિટી તરીકે ઓળખાય છે? 

બેંગ્લોર

7. ભારતની પ્રથમ બહુહેતુક પરિયોજના કઈ છે? 

દામોદર બહુઉદે્શીય પરિયોજના 

8. ભારતમાં સૌથી મોટી પેટ્રોકેમિકલ ફેક્ટરી કયા રાજ્યમાં આવેલી છે? 

ગુજરાત

9. ભારતમાં અધિકાર ક્ષેત્રમાં કુલ કેટલા ટાપુઓ છે? 

247

10. ભારતના ક્યા રાજયમાં ચોમાસુ સૌથી લાંબો સમય રહે છે? 

કેરલ


 

 ગાણિતીક સંકેેતો 



આજનો દિન વિશેષ






 



Thursday, April 01, 2021

આલ્બર્ટ આઈન્સ્ટાઈન

 


ભારતની ભૂગોળ


1. ભારતમાં સૌથી વધુ મ્રેન્ગ્રોવ વનવિસ્તાર ક્યા રાજયમાં છે? 

પશ્વિમ બંગાળ

2. ભારતના કેટલા રાજયોની સીમા ચીન સાથે જોડાયેલી છે? 

પાંચ

3. દેશમાં સૌથી વધુ ટ્રેકટરોનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે? 

હરિયાણા

4. ભારતમાં સૌથી વધુ હળદરનું  ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? 

આંધ્રપ્રદેશ

5. ભારતમાં કઈ માટીનો વિસ્તાર સૌથી વધુ છે?

 જલોઢ

6. દક્ષિણ ભારતનું કયું રાજય સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે? 

આંધ્રપ્રદેશ 

7. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના હેઠળના રાજમાર્ગની લંબાઈ કેટલી છે? 

5846 કિમી

8. ભારતની સૌથી લાંબી સહાયક નદી કઈ છે? 

યમુના

9. કયા કેન્દ્રશાસિત પ્રદેશની વસતિ સૌથી ઓછી છે? 

લક્ષદ્ધીપ

10. ભારતમાં સૌથી મોટી તેલ સંશોધન શાળા ક્યાં આવેલી છે? 

જામનગર

આજનો દિન વિશેષ

 







જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-78

 નમસ્કાર, 

આજનો  'જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-78 ' અંક રજૂ કરુ છું. જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો. જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો. આપ સૌના સહકાર અને સૂચન આપ્યા તે બદલ આભાર.
  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-78

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-78