શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Wednesday, May 12, 2021

વાંચન - જ્ઞાનની ગંગા

 
















વર્તમાન સફર

 અક્ષર અકાદમી ગાંધીનગર

આજનું કરન્ટ અફેર્સ

9-5-2021


1.બિમન બંદોપાધ્યાયને સતત ત્રીજી વખત પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

2.  હિંમત બિસ્વાનીની આસામ ધારાસભ્ય દળના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી.હિંમત બિસ્વાની આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

3.ગોવાના લોકાયુક્ત તરીકે બોમ્બે હાઈકોર્ટેના નિવૃત્ત ન્યાયમૂર્તિ એ.એચ. જોષીની નિમણૂક કરવામાં આવી.

4.ન્યૂયોર્ક સિટી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 'હેપી બર્થ-ડે' નામની લઘુ ફિલ્મ માટે અનુપમ ખેરને સર્વશ્રેષ્ઠ   એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.ફિલ્મને પણ સર્વશ્રેષ્ઠ લઘુ ફિલ્મ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

5.અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક પછી એક એમ ત્રણ બોમ્બ બ્લાસ્ટમાં 55 લોકો નાં મોત.

6.ચીનનું બેકાબૂ બનેલું 21 ટન નું રૉકેટ 'માર્ચ 5B'.માલદીવ્ઝના દરિયામાં ક્રેશ થયું.

6.ભારતીય પહેલવાન સીમા બિસ્લાએ 50 kg કેટેગરીમાં ટોકિયો ઑલમ્પિક માટે ક્વૉલિફાઇડ કર્યું.

7.ઉર્દૂ સાહિત્યકાર પ્રો. શમીમ હનફીનુ કોરોના સંક્રમણના કારણે અવસાન થયું.

8.DRDO એ કોવિડ -19 ના નિદાન માટે ATMAN AI ટૂલ વિકસાવ્યું.

9.લૉરિયસ સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા લૉરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડઝ 2021 જાહેર કરવામાં આવ્યા.

-લૉરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ મેન ઓફ ધ યર-રાફેલ નડાલ

-લૉરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર-નાઓમી ઓસાકા

-લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ-બિલી જીન કિંગ

-ટીમ ઓફ ધ યર-બાયર્ન મ્યુનિખ

-બ્રેકથ્રૂ ઓફ ધ યર એવોર્ડ-પેટ્રિક મહોમ્સ

-કમબેક ઓફ ધ યર એવોર્ડ-મેક્સ  પેરટ

-સ્પોર્ટિગ ઇન્સપીરેશન એવોર્ડ- મોહમ્મદ સારાહ

-સ્પોર્ટિગ મોમેન્ટ ઓફ ધ યર એવોર્ડ- ક્રિસ નિક્કી

- એથ્લિટ એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ- લુઇસ હેમિલ્ટન


અક્ષર અકાદમી ગાંધીનગર

આજનું કરન્ટ અફેર્સ

10-5-2021


1.આસામના મુખ્યમંત્રી તરીકે હિમંત બિસ્વા સરમાની વરણી.

2.લેબર પાર્ટીના સાદિક ખાન લંડનના બીજી વખત મેયર બન્યા.

3.ઓડિશા સરકારે મનોજ દાસ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર આપવાની જાહેરાત કરી.

4.અભિનેતા રાહુલ વોહરાનુ કોરોના સંક્રમણના કારણે અવસાન.

5.અગ્રણી મૂર્તિકાર અને ઓડિશામાં થી રાજ્યસભાના સાંસદ ડૉ.રઘુનાથ મહાપાત્રનું અવસાન.

6.લુઇસ હેમિલ્ટને સતત પાંચમી વખત ફોર્મ્યુલા વન સ્પેનિશ ગ્રા.પી.જીતી.

7.બેલારૂસની આર્ય સબાલેન્કાએ મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલા એકલનો ખિતાબ જીત્યો.


અક્ષર અકાદમી ગાંધીનગર

આજનું કરન્ટ અફેર્સ

11-5-2021


1.ICC દ્વારા એપ્રિલ મહિના માટે મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ અને વુમન પ્લેયર ઓફ ધ મંથ તરીકે ઓસ્ટ્રેલિયાની એલિસા હેરીની પસંદગી કરવામાં આવી.

2.ગોવા, તેલંગાણા અને આંદોમાન નિકોબાર ટાપુસમૂહ બાદ પુડુચેરી ગ્રામ વિસ્તારોમાં ઘરોમાં નળથી પાણી પૂરું પાડનાર  ચોથું રાજ્ય/ સંઘ પ્રદેશ.

3.CBSC એ ધોરણ 9થી 12 ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે Dost for Life મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી.

4.ત્રિપુરા સરકારે વિદ્યાર્થીઓ માટે ઓરો છાત્રવૃત્તિ યોજના શરૂ કરી.

5.મલયાલમ અભિનેતા અને સ્ક્રીન રાઇટર મેડામ્પૂ કુન્જુકુટ્ટન નું કોરોના સંક્રમણના કારણે અવસાન.

6.જર્મન વાસ્તુકાર હેલ્મુટ જહાન નું અવસાન.

7.11 મેં નેશનલ ટેકનોલોજી દિવસ તરીકે ઊજવવામાં આવે છે.આજનું થીમ એક સતત ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે.

આજનો દિન વિશેષ

 













Tuesday, May 11, 2021

સામાન્ય જ્ઞાન




 

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનું બંધારણ ભાગ 5 સંઘીય કારોબારી તંત્ર

અનુચ્છેદ 52 થી 151


1. મંત્રીમંડળ સામૂહિક રીતે કોને જવાબદાર છે ?

 લોકસભા

2. સંઘના મંત્રીમંડળના સભ્યો ક્યાં સુધી મંત્રીપદે રહી શકે ? 

પ્રધાનમંત્રીની રાજીખુશી સુધી

3. મંત્રી પરિષદના સભ્યો વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે ? 

રાષ્ટ્રપતિને

4. સંઘના પ્રધાનમંડળમાં કેટલા પ્રકારના મંત્રીઓ હોય છે ?

 ત્રણ, કેબિનેટ કક્ષાના , રાજ્ય કક્ષાના અને ઉપમંત્રી

5. મંત્રીમંડળમાં કેવા પ્રકારના પ્રધાનોનો સમાવેશ થાય છે ? 

કેબિનેટ કક્ષાના

6. મંત્રીપરિષદમાં કેવા પ્રકારના પ્રધાનોનો સમાવેશ થાય છે ? 

તમામ પ્રકારના મંત્રીઓ

7. સંસદ અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ ભૂમિકા કોણ નિભાવે છે ? 

વડાપ્રધાન

8. નાયબ વડાપ્રધાનની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ? 

બંધારણમાં કોઈ જોગવાઈ નથી

9. કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનાર સૌ પ્રથમ મંત્રી કોણ હતા ? 

શ્યામાપ્રસાદ મુખરજી

10. કેન્દ્રીય મંત્રીમંડળમાં સૌથી વધુ સમય માટે મંત્રીપદે રહેનાર કોણ હતું ?

 બાબુ જગજીવનરામ (34 વર્ષ)

આજનો દિન વિશેષ

 







 જન્મદિવસની શુભેચ્છા 




Monday, May 10, 2021

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનું બંધારણ ભાગ 4 - એ : મૂળભૂત ફરજો 

અનુચ્છેદ 51- એ


1. મૂળ બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવ્યો હતો ? 

કોઈ ઉલ્લેખ ન હતો

2. મૂળભૂત ફરજોની જોગવાઈ કઈ સમિતિની ભલામણોને આધારે કરવામાં આવી છે ? 

સરદાર સ્વર્ણસિંહની અધ્યક્ષતાવાળી સમિતિ

3. ક્યા બંધારણીય સુધારા અધિનિયમથી બંધારણમાં મૂળભૂત ફરજોની જોગવાઈ કરાઈ ? 

 42 મા બંધારણીય સુધારા અધિનિયમ 1976

4. 42 મા બંધારણીય સુધારા અધિનિયમ, 1976 અંતર્ગત કેટલી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી ?

 10

5. 42 મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 અંતર્ગત બંધારણમાં ક્યો ભાગ ઉમેરવામાં આવ્યો ? 

ભાગ 4 - એ , અનુચ્છેદ 51- એ

6. નાગરિકોની મૂળભૂત ફરજોનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં કરવામાં આવ્યો છે ? 

અનુચ્છેદ 51- એ

7. નાગરિકોની દશ ફરજોને કોણ ' દશ આદેશો ' સાથે સરખાવે છે ? 

ડી‌.કે. બરૂઆ

8. હાલમાં બંધારણમાં નાગરિકોની કેટલી મૂળભૂત ફરજો છે ?

 11

9. કયા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ 6 થી 14 વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂરુ પાડવાની મા - બાપ કે વાલીની ફરજનો બંધારણમાં સમાવેશ કરાયો?

 86 મા બંધારણીય સુધારા અધિનિયમ 2002 

10. વૈજ્ઞાનિક માનસ કેળવવાની નાગરિકની ફરજનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં છે ?

 અનુચ્છેદ 51- એ (એચ)

વિશેષ વાંચન કટિંગ્સ


 

આજનો દિન વિશેષ

 




Sunday, May 09, 2021

 


આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનું બંધારણ ભાગ 5 સંઘીય કારોબારી તંત્ર

અનુચ્છેદ 52 થી 151


1. શું સંસદના નિયુક્ત સભ્યો રાષ્ટ્રપતિ પરની મહા અભિયોગની કાર્યવાહીમાં ભાગ લઈ શકે ?

હા

2. ઉપરાષ્ટ્રપતિની હોદ્દાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ? 

63

3. ઉપરાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ? 

સંસદના બંને ગૃહોના સદસ્યો

4. રાષ્ટ્રપતિને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ? 

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તેમની ગેરહાજરીમાં સુપ્રીમ કોર્ટના અન્ય વરિષ્ઠ ન્યાયમૂર્તિ

5. રાજ્યસભાના સભાપતિપદે કોણ હોય છે ? 

હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ 

6. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદનો નિર્ણય કોણ કરે છે ? 

સુપ્રીમ કોર્ટ

7. સજા માફ કરવાની રાષ્ટ્રપતિની સત્તાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ? 

72

8. રાષ્ટ્રપતિને સહાય અને સલાહ આપવા મંત્રીમંડળની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? 

74

9. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે ? 

રાષ્ટ્રપતિ

10. સંઘના મંત્રીમંડળની સંખ્યા કેટલી હોવી જોઈએ ? 

લોકસભાના કુલ સભ્યોના 15% થી વધવી ન જોઇએ

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર


ભારતનું બંધારણ ભાગ 5 સંઘીય કારોબારી તંત્ર


અનુચ્છેદ 52 થી 151


1. બંધારણની કઈ કલમમાં રાષ્ટ્રપતિના હોદ્દાની જોગવાઈ કરવામાં આવી છે ?

 52

2. સંઘની કારોબારીમાં બધો વહીવટ કોના નામે થાય છે ? 

રાષ્ટ્રપતિ

3. સંઘની કારોબારીની વાસ્તવિક સત્તા કોની પાસે હોય છે ? 

કેન્દ્રીય મંત્રીમંડળ

4. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે ? 

સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સદસ્યો અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સદસ્યો

5. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર નથી ?

 સંસદમાં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત સભ્યોને , અને રાજ્યોની વિધાનપરિષદના સભ્યોને

6. રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

 56

7. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ ? 

35

8. રાષ્ટ્રપતિ પર મહા અભિયોગની કાર્યવાહીની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ? 

61

9. રાષ્ટ્રપતિ પર મહા અભિયોગની કાર્યવાહીનો પ્રસ્તાવ કયા ગૃહમાં લાવવામાં આવે છે ? 

સંસદના કોઈપણ ગૃહમાં

10. સંસદના કેટલા અંગો છે ?

ત્રણ , રાજ્યસભા , લોકસભા , અને રાષ્ટ્રપતિ

આજનો દિન વિશેષ

 







 જન્મદિવસની શુભેચ્છાઓ 



Saturday, May 01, 2021

 જન્મદિવસની શુભેચ્છાઓ