શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Wednesday, April 28, 2021

જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-82

 નમસ્કાર, 

આજનો  ' જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-82 ' અંક રજૂ કરુ છું. જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો. જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો. આપ સૌના સહકાર અને સૂચન આપ્યા તે બદલ આભાર.
  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-82


જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-82

Tuesday, April 27, 2021

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર

ભારતનું બંધારણ


1.   બંધારણનું 'આમુખ' ક્યારથી અમલી બન્યું ?  

26 નવેમ્બર , 1949

2.   'આમુખ' શાના પર આધારિત છે ? 

જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બર, 1946 ના રોજ રજૂ કરેલ પ્રસ્તાવ પર

3.   બંધારણ સભાએ 'આમુખ' ને અંતિમ સ્વરૂપમાં ક્યારે સ્વીકાર્યું ? 

17 ઓક્ટોબર , 1948

4.   ભારતીય બંધારણની પ્રસ્તાવનાને કોણે ચાર મુખ્ય ભાગોમાં વહેંચ્યું છે ? 

જે.આર. સિવાચ

5.   ભારતીય બંધારણના આમુખને કોણે ' સંવિધાનનો પરિચય પત્ર ' ગણાવ્યો છે ? 

એન.એ. પાલખીવાલા

6.   ભારતના બંધારણની પ્રસ્તાવનાને કોણ ' બંધારણની રાજનૈતિક કુંડળી ' ગણાવે છે ? 

કે.એમ.મુનશી

7.   ભારતીય બંધારણની પ્રસ્તાવનાને ' આપણા દીર્ઘકાલીન સ્વપ્નોનો વિચાર ' તરીકે કોણ ઓળખાવે છે ? 

સર અલાદી કૃષ્ણસ્વામી ઐયર

8.   અત્યાર સુધી પ્રસ્તાવનામાં કેટલી વાર સંશોધન કરવામાં આવેલ છે ? 

એક

9.   કયા બંધારણીય સુધારા અધિનિયમ અંતર્ગત પ્રસ્તાવનામાં સમાજવાદી , બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા શબ્દો ઉમેરવામાં આવ્યા છે ? 

42 માં બંધારણીય સુધારા અધિનિયમ, 1976

10.   કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે પ્રસ્તાવના બંધારણનો ભાગ નથી ? 

બેરૂબારી યુનિયન કેસ , 1960

11.   કયા કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે પ્રસ્તાવના બંધારણનો ભાગ છે ? 

કેશવાનંદ ભારતી વિ. કેરલ રાજ્ય , 1973

12.   બંધારણની કઈ કલમ અંતર્ગત પ્રસ્તાવનામાં સંશોધન થઈ શકે છે ? 

અનુચ્છેદ - 368

આજનો દિન વિશેષ

 





Monday, April 26, 2021

આજનો દિન વિશેષ

 





Sunday, April 25, 2021

આજની વિશેષ જાણકારી

 મિત્રો આજે ભારતનો સાંસ્કૃતિક વારસો વિષય અંતર્ગત ભારતીય ફિલ્મ વિશે કેટલીક વિગતો જોઈએ.

1.18 મે 1912 ના રોજ ભારત માં રજૂ થયેલ પ્રથમ થિયેટ્રિકલ ફીચર ફિલ્મ પુંડલિક હતી જે અંગ્રેજ કૅમેરામેન દ્વારા બનાવાયેલ હતી.

2.પ્રથમ ભારતીય ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર 3 મે 1913 ના રોજ રજૂ થઈ હતી.

3.રાજા હરિશ્ચંદ્ર ફિલ્મના નિર્માણ માટે  ખર્ચ ને પહોંચી વળવા માટે દાદા સાહેબ ફાળકે એ પોતાની જીવન વીમા પોલિસી પર લોન લીધી હતી અને પત્ની ના ઘરેણાં ગીરવે મૂક્યાં હતાં.

4.રાજા હરિશ્ચંદ્ર ફિલ્મમાં હિરોઈન -તારામતીનો રોલ અન્ના હરિ સાલુન્કે નામના છોકરા એ ભજવ્યો હતો.

5.ભારતીય ફિલ્મ ની પ્રથમ મહિલા બાળ કલાકાર દાદા સાહેબ ફાળકે ની પુત્રી મંદાકિની હતી તેણે કાલીયા મર્દન ફિલ્મમાં બાળ કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું.

6.વિદેશમા દેખાડવામાં આવી હોય તેવી પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર હતી જે 1914 માં લંડનમાં દર્શાવવા માં આવી હતી.

7.કલાત્મક મહોત્સવ માં વિદેશમાં રજૂ થયેલ પ્રથમ ફિલ્મ દેવકી બોઝ દિગ્દર્શિત ફિલ્મ સીતા હતી જે 1934 માં વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં રજૂ થ ઇ હતી.

8.પ્રથમ ગુજરાતી ફિલ્મ મુંબઈની શેઠાણી 9 જાન્યુઆરી 1932 ના રોજ રજૂ થયેલ હતી.

9.પહેલી પૂર્ણ લંબાઈની ગુજરાતી ફિલ્મ નરસિંહ મેહતા 9 એપ્રિલ 1932 ના રોજ મુંબઈમાં રજૂ થયેલ હતી.

10.સૌથી વધુ -71 ગીતો ધરાવતી પ્રથમ ફિલ્મ ઈન્દ્રસભા (1932) હતી.

11.દાદા સાહેબ ફાળકે પ્રથમ સિને ટેકનિશિયન હતા જેમણે વિદેશમાં જઇને ટ્રેનિંગ મેળવી હતી.

12.ભારતની પ્રથમ ટેકનિકલર ફિલ્મ સેરંધ્રી(1933) હતી.

13.ભારતની પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરા 14 માર્ચ 1931 ના રોજ મુંબઈમાં રજૂ  થઇ હતી.

આજનો દિન વિશેષ

 





 દુઃખદ અવસાન 



Saturday, April 24, 2021

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર


ભારત નું બંધારણ


1. ભારતના બંધારણમાં સંવિધાન સભાના કેટલા સભ્યોની સહી છે ?

284

2. ભારતના બંધારણમાં સંવિધાન સભાની કેટલી મહિલાઓનો હસ્તાક્ષર છે ? 

8

3. બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ કોણ હતા ? 

સચ્ચિદાનંદ સિંહા

4. બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા ? 

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

5. બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી ? 

એસ.સી. મુખરજી

6. બંધારણ સભાએ બંધારણીય સલાહકાર તરીકે કોની નિમણૂક કરી ? 

બી.એન.રાવ

7. પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? 

ડૉ. ભીમરાવ આંબેડકર

8. પ્રારૂપ સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા ? 

અધ્યક્ષ સહિત સાત

9. ભારતનું બંધારણ ઘડવા કુલ કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી ? 

22

10. ભારતીય બંધારણને અંતિમ સ્વરૂપમાં ક્યારે પસાર કરવામાં આવ્યું ? 

26 નવેમ્બર , 1949

આજનો દિન વિશેષ

 





Friday, April 23, 2021

આજનું સામાન્ય જ્ઞાન

 અક્ષર અકાદમી ગાંધીનગર


ભારતની ભૂગોળ


1. કયું અક્ષાંશ ભારતને લગભગ બે સરખા ભાગમાં વિભાજિત કરે છે? 

23.30 ઉ.અક્ષાંશ

2. અરવલ્લી પર્વતનું સર્વોચ્ચ શિખર કયા નામે ઓળખાય છે? 

ગુરુશિખર

3. મધ્યપ્રદેશનું સર્વોચ્ચ શિખર કયું છે? 

ધૂપગઢ  

4. રાજસ્થાનની ઈન્દિરા નહેર કઈ નદીમાંથી નીકળે છે? 

સતલજ નદી

5. પંચગંગા અને દૂધગંગા કોની સહાયક નદીઓ છે? 

કૃષ્ણા

6. કયા રોકડિયા પાકમાંથી ભારત સરકારને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ મળે છે? 

ચા

7. મૈટૂર પરિયોજના કઈ નદી પર છે? 

કાવેરી

8. કેવલાદેવ ધાના પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? 

રાજસ્થાન

9. દક્ષિણ ભારતની સૌથી પ્રાચીન ભાષા કઈ છે?

તમિલ

10. કોલ જનજાતિના લોકો કયા રાજ્યમાં રહે છે? 

ઓડિશા

આજનો દિન વિશેષ

 







Thursday, April 22, 2021

આજનો દિન વિશેષ

 








જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-81

 નમસ્કાર, 

આજનો  'જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-81 ' અંક રજૂ કરુ છું. જે આપ આસાનીથી પ્રિન્ટ કરી શકશો. જેને આપ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો. આપ સૌના સહકાર અને સૂચન આપ્યા તે બદલ આભાર.
  • જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-81



જ્ઞાનકુંભ સાપ્તાહિક પત્ર- અંક-81



Wednesday, April 21, 2021

શિક્ષક

 


આજનો દિન વિશેષ

 આજનો દિન વિશેષ 





Tuesday, April 20, 2021

આજનો દિન વિશેષ

આજનો દિન વિશેષ






 બી.એડ-સેમ ૪ કવીઝ પ્રમાણપત્ર 







Monday, April 19, 2021

જાણવા જેવું

 ગુજરાતના જિલ્લાઓની વિશેષતાઓ વિશે કેટલીક વિગતો જોઈએ.

1.જૂનાગઢ માં આવેલ સુદર્શન તળાવ ગુજરાતનું સૌથી પ્રાચીન તળાવ ગણાય છે.

2.જૂનાગઢનો આઝાદી દિવસ 9 નવેમ્બરના રોજ ઊજવવામાં આવે છે.

3.જામનગરના બાલા હનુમાન મંદિર માં 1ઑગસ્ટ 1964 થી અખંડ ધૂન ચાલે છે.

4.જામનગરની ધરતી વૈદ્યોનું પિયર ગણાય છે.

5.ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો છે.

6.વિશ્વ નું પ્રથમ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી ફોરૅન્સિક કેન્દ્ર ગાંધીનગર ખાતે આવેલ છે.

7.ગુજરાતમાં સૌથી વધુ શિશુ લિંગ પ્રમાણ ડાંગ જિલ્લામાં છે.

8.દેવભૂમિ દ્વારકા જિલ્લાના  દ્વારકાના જગતમંદિરમાં વિશ્વની સૌથી લાંબી એક જ તાકામાંથી બનાવેલી ધ્વજા ચઢાવવામાં આવે છે.

9.દાહોદ જિલ્લામાં આવેલ બાવકા નું શિવમંદિર દાહોદ નું ખજુરાહો ગણાય છે.

10.કવિ ન્હાનાલાલે દાહોદને ગુજરાતનો પૂર્વનો દરવાજો કહ્યો છે.


અક્ષર અકાદમી ગાંધીનગર

આજનો દિન વિશેષ