શિક્ષક મીણબત્તી સમાન હોય છે પોતે બળીને બીજા ને પ્રકાશ આપે છે
શિક્ષક એક કુંભાર છે.જેને બાળકોનો કાળજીપૂર્વકનો ઘાટ ઘડવાનો છે
વિદ્યાસાગર બી.એડ ૧-૨/એમ.એડ.કોલેજ,અમૂલબા બી.એડ.કોલેજ,દાણોદરડા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે
આજનો સુવિચાર : તમે જ પોતાને કમજોર સમજી બેઠા છો,બાકી તમે જે કરી શકો એ બીજું કોઈ ના કરી શકે.

Sunday, April 18, 2021

બી.એડ ના તાલીમાર્થીની અદભુત મૌલિક રચના

 બી.એડ ના તાલિમાર્થીની અદભુત મૌલિક રચના

સમગ્ર વિશ્વમાં મશહૂર જેની જાતિ
                એવાં અમે ગુજરાતી
આતો નાનો અમથો કોરોના વાયરસ નાજૂક
તેને પણ ભગાડી દઈશુ અમે વોરિયર્સ અચૂક
               એવાં અમે ગુજરાતી..
તારી શક્તિને ક્વોરન્ટાઈન કરીશું, ના અમે તારાથી ડરીશુ
કર તું તારા નિષ્ફળ પ્રયાસો તારા પ્રયાસોને પણ લોકડાઉન કરીશું
              એવાં અમે ગુજરાતી..
દેખાવમાં સાવ સાદા, અને બુદ્ધિમાં તારાય બાપા
અમે છેલછબીલા ગુજરાતી, તને પણ જાણી લઈશું ભલીભાતિ.
               એવાં અમે ગુજરાતી..
ડોક્ટર ,નર્સ, પોલીસ અને બેન્ક કર્મચારી સૌને સલામ
અરે નિર્દયી કોરોના તને પણ કરશું ગુલામ...
              એવાં અમે ગુજરાતી...
ભલે થાકીને થઈ જઈએ અમે પસ્ત, પણ તારાથી લડશુ અમે જબરદસ્ત, મુશ્કિલોને નાથવામા હંમેશાં મસ્ત   
              એવાં અમે ગુજરાતી...
દાળ ભાતના જોરે લઈએ અમે લડી, તું તો મુસીબત સાવ નાનકડી
             એવાં અમે ગુજરાતી...
છે સાથે અમારી પોલીસ, ડોક્ટર, નર્સ સૌ કોઈ
કરશું ખાતમો ઉલ્લાસભેર સૌ ભેગા થઈ
સ્મિતથી સંઘર્ષને,દુ:ખને ભીતરમાં સમાવી લઈએ
અમે ગુજરાતીઓ આમ જ ખુમારીથી જીવી લઈએ
           એવાં અમે ગુજરાતી...
પોલીસનો પરીશ્રમ, ડોક્ટરની દરીયાદિલી અને સફળ થશે અમારો સફાઈ કર્મચારી.
બસ બહુ થયું, બહું થઈ આ વાયરસની લાચારી.

         એવાં અમે ગુજરાતી..

   

નામ - દેસાઈ ભરતકુમાર .આર

રોલ નંબર - 55

સેમ - 4   

કોલેજ- વિદ્યાસાગર બી.એડ. કોલેજ-૧


No comments:

Post a Comment

પોસ્ટ ગમી છે તો કમેન્ટ્સ કરો...